
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફતેપુરા ભાજપા મંડળની કારોબારીની બેઠક યોજાઈ
ફતેપુરા તા.12
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ આર્ટસ કોલેજમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ના અધ્યક્ષ સ્થાને ફતેપુરા ભાજપા મંડળની કારોબારીની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રસ્તાવ ઉપર હોદ્દેદારો તથા આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવી હતી તેમજ વિવિધ સંગઠનાત્મક વિષયો પર તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા અને વિચારણાઓ કરવામાં આવી હતી
ફતેપુરા ભાજપા મંડળની આ કારોબારીની બેઠકમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર અમલીયાર દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્ર સોની અને ગુજરાત ભાજપા આદિ જાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિન પારગી સહિત ફતેપુરા તાલુકા ભાજપા ના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા