Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ત્રણ દિવસના ઉઘાડ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો.

January 29, 2023
        3453
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ત્રણ દિવસના ઉઘાડ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ત્રણ દિવસના ઉઘાડ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો.

ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ બાદ દિવસ દરમિયાન વાદળો વિખેરાતા ખેડૂતોમાં હાશકારો થયો હતો,પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા માવઠાનું આગમન થયું.

તાલુકામાં કમોસમી વરસાદ થાય તો કાચી ઇટોમાં નુકસાની પહોંચતા ઇંટ ભટ્ટાના માલિકોને લાખોનું નુકસાન પહોંચવાનો ભય.

સુખસર,તા.29

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ત્રણ દિવસના ઉઘાડ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો.

ફતેપુરા તાલુકામાં સતત ત્રણ દિવસ સુધી વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના ખેતી પાકોમાં નુકસાની થવાના અણસાર જણાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.પરંતુ આજ રોજ સવારથી આકાશમાં વાદળો વિખેરાઈ જતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો.પરંતુ ફરીથી આજ રોજ બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતા.અને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અચાનક વરસાદી માહોલ સર્જાતા કમોસમી સામાન્ય વરસાદ વરસવા લાગ્યો હતો.અને સુખસર સહિત પંથકમાં વરસાદી છાંટા શરૂ થતા ખેડૂતોમાં ફરીથી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા.અને થોડીવાર બાદ વરસાદી છાંટા બંધ થતા ખેડૂતોએ હાશકારો લીધો હતો.

 અહીંના જણાવવું જરૂરી છે કે, તાલુકામાં ઘઉં ,ચણા,મકાઈ,તુવર તથા અન્ય પાકો પાકણીના આરે આવીને ઉભેલા છે.અને આ પાકોમાં ખેડૂતોને ઉપજ પણ સારી જણાતી હતી.પરંતુ હાલમાં વાદળ છાયા વાતાવરણથી રવિ પાકોમાં જીવાત પડવાનો ભય ઊભો થતા ખેતી પાકોમાં ખેડૂતોને નુકસાની પહોંચવાનો ભય સતાવી રહ્યો છે.તેમજ જો પવન સાથે વરસાદી માવઠું થાય તો ખેડૂતોની રવિ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવા પણ સંકેત જણાઈ રહ્યા છે.

     બીજી બાજુ જોઈએ તો ખેડૂતોને ચોમાસા સીઝનના ડાંગરના પાકોનું ઘાસ હાલ ઘરની બહાર રાખવામાં આવેલ છે.અને કમોસમી વરસાદ થાય તો ઘાસનો બગાડ થતાં આવનાર સમયમાં પશુઓને ઘાસચારાની સમસ્યા ઊભી થાય તેમ પણ જણાઇ રહ્યુ છે.સાથે-સાથે તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર ઇંટ ભટ્ટાઓ પણ આવેલા છે.ત્યારે ફરી ફરીને સર્જાતા વરસાદી માહોલથી ઇંટ ભટ્ટા માલિકોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળે છે.અને માવઠું થાયતો ઇટભટ્ટાઓના માલિકોને લાખોનું નુકસાન પહોંચવાનો ભય પણ સતાવી રહ્યો છે.એકંદરે હાલમાં જો ક્મોસમી વરસાદ થાયતો કોઈને ફાયદો નહીં પરંતુ નુકસાન થાય.સાથે-સાથે કાંતિલ ઠંડીનો પણ સામનો કરવો પડશે તેમ જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!