
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા મુકામે સાંસદ ખેલ સ્પર્ધા 2023 આઈ.કે દેસાઈ સ્કૂલમાં યોજાયું
ફતેપુરા તાલુકાના કુપડા ગામના વતની દિવ્યાંગ ખેલાડી નું સન્માન કરવામાં આવ્યું
ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ નેશનલ લેવલ પર પ્રથમ આવેલ ગીતાબેન તાલુકા જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડી નું સન્માન કરવામાં આવ્યું
ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શ્રી આઈ કે દેસાઈ સ્કૂલના ફટાકનમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023 નું ઉદઘાટન આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ આંમલીયાર ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી યોજાનાર ખેલ સ્પર્ધામાં 872 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સાંસદ ખેલ સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે ફતેપુરા તાલુકાના કુપડા ગામના રહેવાસી ગીતાબેન લક્ષ્મણભાઇ ડામોર બંને હાથે દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટમાં નેશનલ લેવલે રમી રાજ્યકક્ષામાં પ્રથમ આવેલ એવા દિવ્યાંગ ખેલાડી તાલુકાનું તેમજ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરનાર ગીતાબેન નું મહાનુભાવના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું