શબ્બીર ભાઇ સુનેલવાલા,ફતેપુરા
ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ
સુખસરથી ફતેપુરા સુધી મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદ તથા સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા બી આર સી ફતેપુરા દ્વારા આયોજિત ફતેપુરા તાલુકાના સુખસર મુકામે થી ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી સુખસર મુકામે આવેલ નૂતન વિદ્યાલય ખાતે તાલુકાના શિક્ષકો ભેગા થઈ આશરે 400 બાઈકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજવામાં આવી હતી બેનરો અને પ્લે કાર્ડ હાથમાં લઇ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સૂત્રોચાર સાથે મહા બાઇક રેલી યોજવામાં આવી હતી આવનાર દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃતિ કેળવવા તેમજ મતદાનના દિવસે દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું લોકશાહી પર્વને મતદાન કરી ઉજવણી કરવાના આશયથી મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ હતી જે સુખસર થી બલૈયા ક્રોસિંગ થઈ બલૈયા ગામ ફતેપુરા તેરગોળા બીઆરસી થઈ મામલતદાર કચેરી આવી સમાપ્ત થયેલ હતી