*સુખસર તાલુકાના આફવા તાલુકા પંચાયત બેઠક ઉપર સીતાબેન પીઠાયાનો રેકોર્ડ વિજય*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના આફવા તાલુકા પંચાયત બેઠક ઉપર સીતાબેન પીઠાયાનો રેકોર્ડ વિજય*

*સુખસર તાલુકાના આફવા ગામની તાલુકા પંચાયત સીટ ઉપર કુલ મત 3302 માંથી ભાજપને 2480 મત મળ્યા* 

સુખસર,તા.1

 નવીન સુખસર તાલુકાના આફવા ગામની તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર સીતાબેન લક્ષ્મણભાઈ પીઠાયાએ પ્રચંડ બહુમતી સાથે રેકોર્ડ જીત નોંધાવી છે. કુલ 3302 મતમાંથી સીતાબેને 2480 મત મેળવી માત્ર તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર દાહોદ જિલ્લામાં તમામ તાલુકા પંચાયત બેઠકોમાં સૌથી વધુ લીડથી વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક જીતને લઈને વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

        સીતાબેન પીઠાયાના પરિવારની વાત કરીએ તો તેમના પતિ લક્ષ્મણભાઈ પીઠાયા નિવૃત્ત શિક્ષક છે.અને તેમનો પરિવાર શિક્ષિત તથા સાદગીપૂર્ણ જીવન માટે ઓળખાય છે.વર્ષોથી સમાજમાં સન્માન પામેલા આ પરિવારના કોઈ સભ્યે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશ કરીને આવી ભવ્ય જીત મેળવતા લોકોમાં વિશેષ ખુશી જોવા મળી રહી છે.

       સીતાબેનના દીકરા મુકેશભાઈ પીઠાયા સંઘના સ્વયં સેવક તરીકે કાર્યરત છે.લોકો સાથે સારો સંપર્ક, સંવાદ અને સહજ વ્યવહાર માટે તેઓ જાણીતા છે.તેઓ સામાજિક અને લોકહિતના કાર્યોમાં સક્રિય રહેતા હોવાથી ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં તેમની સારી પ્રતિષ્ઠા ઉભી થઈ છે.

            આ જીત સીતાબેન માટે જ નહીં પરંતુ સમગ્ર આફવા ગામ અને નવીન સુખસર તાલુકા માટે ગૌરવની બાબત બની છે.સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કરી સીતાબેન પીઠાયાને અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article