
રાજેશ વસાવે, દાહોદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને…..
દાહોદ તાલુકાના ખંગેલા નજીક આંતરરાજ્ય ચેક પોસ્ટ પર નવનિયુક્ત રેન્જ આઈ.જી તેમજ જિલ્લા પોલીસવડાની સરપ્રાઈઝ વિઝીટ..
દાહોદ તા.25
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદની જોડતી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની આંતરરાજ્ય સરહદો પર આવેલી ચેકપોસ્ટ પર આવતા જતા તમામ વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ રહી છે. તેવામાં દાહોદ તાલુકાની ઇન્ટર સ્ટેટ ખંગેલા ચેકપોસ્ટ ઉપર નવનિયુક્ત રેન્જ આઈ.જી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની સરહદેં આવેલા આદિવાસી બાહલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી દરમિયાન સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ, માદક પદાર્થો, તેમજ નાણાકીય વ્યવહારોની હેરફેર ને ધ્યાને રાખી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદી વિસ્તારોમાં દાહોદ જિલ્લા પોલીસ તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો દ્વારા 24 કલાક અવરજવર કરતા તમામ વાહનોને રોકીને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે બોર્ડર ઉપર ફરજ પર મુકેલા જવાનો તેમજ પોલીસ દ્વારા શું કામગીરી હાથ ધરાઈ રહી છે તેનો તાગ મેળવવા ગતરોજ તારીખ રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન નવનિયુક્ત ગોધરા રેન્જ ના આઈ.જી ચિરાગ કોરડીયા અને દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ દાહોદ તાલુકાની ખંગેલા ઇન્ટર સ્ટેટ ચેકપોસ્ટ ઉપર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં પોલીસના જવાનો બીએસએફના જવાનો અને ચૂંટણી પંચના માણસોની હાજરીમાં દાહોદમાંથી પસાર થતા વાહનોને રોકી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે બન્ને પોલીસ અધિકારીએ બીએસએફના જવાનો અને ચૂંટણી પંચના માણસોને ગુજરાતમાં એન્ટર થતા તમામ પ્રકારના વાહનોની ઝીણવટ ભરી ચકાસણી તેમજ તેમાં શું માલ ભરેલો છે.? તેમનો કયા માલની બિલ્ટી છે.ની ગાડીના કાગળો તપાસવાની તેમજ દારૂ રોકડ નાણાકીય વ્યવહાર માધક પદાર્થ જેવી તમામ ચીજ વસ્તુઓ ઉપર બાજ નજર રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી