ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં શિક્ષકનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં શિક્ષકનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો*

સુખસર,તા.3   

  ફતેપુરા તાલુકામાં આવેલી જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે તાવીયાડ પર્વતભાઈ ભુરાભાઈના નિવૃત્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિદ્યાલય એક પ્રતિષ્ઠિત કન્યા શિક્ષણ સંસ્થા તરીકે જાણીતી છે.અને ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.આ અવસરે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના વડીલો,આગેવાનો, તેમ જ આચાર્ય શિક્ષકો તથા સ્કૂલના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન તાવીયાડ પર્વતભાઈ ભુરાભાઈના લાંબા સમયથી આપેલા શૈક્ષણિક યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની વિદાય અને સન્માન આપવામાં આવ્યું હતું.

સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ તાવીયાડ પર્વતભાઈ ભુરાભાઈની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે,તેમણે વિદ્યાલય અને વિદ્યાર્થીઓના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સમગ્ર કાર્યક્રમમાં ભાવુકતા અને ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

Share This Article