બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા વિધાનસભા વિસ્તારની બોર્ડર ઉપર પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા સતત સધન ચેકીંગ
આંતરરાજ્ય બોર્ડર ઉપરથી ગુજરાતમાં કેફી પદાર્થ,દારૂ,હથિયાર તથા રૂપિયાની હેરફેર અટકાવવા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સુખસર,તા.20
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી છે.અને આદર્શ આચાર સહિતાનું પાલન થાય તે માટે દાહોદ જિલ્લામાં આવતી અંતરાજ્ય બોર્ડર ઉપરથી રાજ્યમાં કેફી પદાર્થ, દારૂ, હથિયાર તથા રૂપિયાની હેરાફેરી અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે દાહોદ જિલ્લા પોલીસ એલર્ટ બની છે. જેના ભાગ રૂપે બોડૅર પર પોલીસ અને પેરામોલેટ્રી ફોર્સના જવાનો દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે દારૂ, નાણા, હથિયારની હેરફેરના ઘણા કિસ્સા સામે આવતા હોય છે.ત્યારે તંત્ર સજ્જ બન્યું છે.અને અંતરાજ્ય બોર્ડર પર ખાસ સુરક્ષા જવાનો દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને રાજસ્થાન તરફ થી આવતા વાહનોના નંબર નોંધી ચેકીંગ કર્યા બાદ વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે.ત્યારે ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તારમાં આવતી રાજસ્થાન બોર્ડર ઉપર સધન ચેકીંગ હાથ ધરવા માં આવી રહ્યું છે.ત્યારે 129 વિધાનસભા વિસ્તારમાં પાંચ જેટલી બોર્ડર હાલ કાર્યરત છે.જેમાં ગઢરા, વડવાસ, પાટવેલ, ઘૂઘસ અને ઈટાબારા બોર્ડર આવેલી છે.જેમાં સતત પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સના જવાનો ખડે પગે સતત ચેકીંગ કરી રહ્યા.જયારે બીજી તરફ તમામ બોર્ડરો પર સી.સી.ટી.વી કેમેરા થી પણ સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.