Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરના યુવાનની હત્યા સંદર્ભે પરિવારજનોનુ આંદોલન આખરે પોલીસની સમજાવટથી સમેટાયું.

November 19, 2022
        1429
ફતેપુરા તાલુકાના સુખસરના યુવાનની હત્યા સંદર્ભે પરિવારજનોનુ આંદોલન આખરે પોલીસની સમજાવટથી સમેટાયું.

  બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના સુખસરના યુવાનની હત્યા સંદર્ભે પરિવારજનોનુ આંદોલન આખરે પોલીસની સમજાવટથી સમેટાયું.

સુખસરના મૃતક યુવાનને ગંભીર માર મારતા મોત નીપજ્યું હતું. પી.એમ બાદ બે દિવસમાં આરોપીઓને ઝડપવા પોલીસે બાહેધરી આવતા પરિવારજનો લાશ સ્વીકારી હતી.સાત દિવસ બાદ પણ આરોપીઓ નહીં ઝડપાતા પરિવારજનો એ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું.

મૃતક યુવાનના પરિવારજનોને ફતેપુરા પી.એસ.આઇ દ્વારા લેખિત તથા ઝાલોદ ડી.વાય.એસ.પી દ્વારા મૌખિક નિવેદન આપી આરોપીઓને ઝડપવા સાત દિવસના સમયની મહોલત માંગી.

સુખસર તા.19

ફતેપુરા તાલુકાના સુખસર ના બે યુવાનોને બલૈયા ખાતે મારામારી કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા એક યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજવા પામેલ હતું.જે સંદર્ભે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં બાર જેટલા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસર ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે.જેના સાત દિવસ જેટલો સમય વિતવા છતાં આ બનાવમાં મારામારી તથા હત્યામાં સંડોવેલા આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય પરિવારજનોએ ઉપવાસ આંદોલનનું શાસ્ત્ર ઉગામ્યુહતું.પરંતુ ફતેપુરા પી.એસ.આઇ દ્વારા લેખિત તથા ઝાલોદ ડી.વાય.એસ.પી દ્વારા મૌખિક નિવેદન આપી બાહેધરી આપતાં આખરે પરિવારજનોએ આંદોલન સમેટ્યૂ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનો ગત 10 ડિસેમ્બર-2022 ના રોજ ફતેપુરા થી પરત મોટરસાયકલ ઉપર ઘરે આવતા હતા.તેવા સમયે બાર જેટલા હુમલાખોરોએ હુમલો કરી બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચાડતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.ત્યાર બાદ લાશનું ઝાલોદ સરકારી દવાખાનામાં પી.એમ કરવામાં આવ્યું હતું.અને જે-તે વખતે મૃતક યુવાનના પરિવારજનોએ આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપ્યા બાદ લાશ સ્વીકારવાનું જણાવતા પોલીસે બે દિવસમાં આરોપીઓને ઝડપી પાડવાની બાહેધરી આપી સમજાવી લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી.

ત્યારબાદ સાતેક દિવસનો સમય વીતી જવા છતાં આ હત્યા અને મારામારી માં સંડાવાયેલા આરોપીઓને નહીં ઝડપતા શુક્રવારના રોજ મૃતકના પરિવારજનોએ સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં ધરણા ઉપર બેસી ગયા હતા.મોડે સુધી ધરણા સમેટી લેવા પોલીસે સમજાવટ કરવા છતાં ધારણા ચાલુ હતા.જ્યારે રાત્રિના ફતેપુરા પી.એસ.આઇ દ્વારા પાંચ થી સાત દિવસમાં આરોપીઓને ઝડપી પાડવા લેખિત બાહેધરી જ્યારે ઝાલોદ ડી.વાય.એસ.પી દ્વારા મૌખિક નિવેદન આપી બાહેધરી આપતા મૃતકના પરિવારજનોએ શુક્રવાર રાત્રિના ધરણા ઉપર બેઠેલા મૃતકના પરિવારજનોએ ધારણા સમેટ્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!