
શબ્બીરભાઇ સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભીચોર ગામે રસ્તે થી નીકળવાના મામલે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત ચાર ઇસમો બે વ્યક્તિઓ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા..
દાહોદ.તા.૧૬
રસ્તેથી નીકળવાના મામલે ફતેપુરાના ભીચોર ગામે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત ચાર જણાએ લાકડીઓનો મારમારી બે જણાને ઈજાઓ પહોંચાડી તચથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભીચોર ગામના રાહુલ નારજીાઈ પારગીએ તેના ગામના ભાઠી તળાઈ ગામના રાહુલ નારજીભાઈ રમીલાબેન શૈલેષભાઈ આમલીયારને રસ્તામાં રોકી, આ રસ્તેથી તું કેમ નીકળે છે તેમ કહી મોટર સાયકલ રોકી લીધેલ અને ગાળાગાળી કરતા હતા તેમજ અંબાલાલ ગૌતમભાઈ આમલીયાર તથા પ્રવીણભાઈ લીંબાભાઈ ડામોરે રમીલાબેન તથા જીવરાજભાઈ રમેશભાઈ પારગીને રોકીને ઉભા હતા તે વખતે રામજીભાઈએ કહેલ કે, મારી બેનને જવા દો. તેને રોકીને કેમ ઉભા છો તેમ કહેતા શાંતાબેન પ્રવીણભાઈ ડામોરે તેના હાથમાંની પાઈપ રામસીંગભાઈને માથાના ભાગે મારી માથુ લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી. પ્રવીણભાઈ લીંબાભાઈ ડામોરે મહેભાઈ હરસીંગભાઈ પારગીને પકડી રાખી રાહુલભાઈ નારજીભાઈએ મહેશભાઈ પારગીને પીઠના ભાગે લાકડી મારી ઈજા કરી બેફામ ગાળો બોલી આજે તો તમને જીવતા છોડવાની નથી. તેમ કહી શરીરે ગડદાપાટુનો મારમારી ઈજાઓ કરી પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ હરસીંગભાઈ પારગીએ નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે મહિસાગર જિલ્લાના બાબરોલ ગામના અંબાલાલ ગોતમભાઈ અમામલીયાર, નાના શરણીયા ગામના પ્રવીણભાઈ લીંબાભાઈ ડામોર તથા ભીચોર ગામના રાહુલભાઈ નારજીભાઈ પારગી તથા શાંતાબેન પ્રવીણભાઈ લીંબાભાઈ પારગી વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.