
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર તથા બલૈયા ક્રોસિંગ ખાતે કેરીના જ્યુસ, પાણીપુરી,આઈસ્ક્રીમ સેન્ટરોમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી બિન આરોગ્યપ્રદ જથ્થો નાશ કરાયો*
*બિન આરોગ્યપ્રદ પીણાના દશ જેટલા સેમ્પલ લઇ નાશ કરી જ્યુસ તથા પાણીપુરી,આઈસ્ક્રીમના સેન્ટર બંધ કરાવાયા
સુખસર,તા.4
આજરોજ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ શુક્રવારના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદના અધિકારીઓ સ્થાનિક પોલીસ તેમજ અરજદાર ભીલપ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલકુમાર તાવીયાડ તેમજ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના કાર્યકરોને સાથે રાખી ફતેપુરા તાલુકાના સુખસર તેમજ બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો,પાણી પૂરી સેન્ટરો અને આઈસક્રીમ સેન્ટરો ઉપર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ,ફૂડ કલર મળી આવ્યો હતો. તેમજ તમામ જ્યુસ સેન્ટરો,પાણી પૂરી સેન્ટરો તેમજ આઇસ્ક્રીમ સેન્ટરો ચલાવનાર યુપી, બિહાર, મધ્ય પ્રદેશ,રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર,પાણીપુરી તેમજ આઇસક્રીમ સેન્ટરો ચલાવવાનું લાઇસન્સ,ભાડા કરાર,પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા રજૂ કરી શક્ય ન હતા.જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી નિલેશભાઈ રાઠવા,સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિન આરોગ્યપ્રદ કેરીનો જ્યુસ,બગડેલી કેરીઓ,ફૂડ કલર એસેન્સ ના દશ જેટલા સેમ્પલ લઇ તેનો નાશ કરી તાત્કાલિક જ્યુસ,પાણીપુરી તેમજ આઈસ્ક્રીમના તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.