
યાસીન ભાભોર :- બલૈયા..
ફતેપુરા તાલુકા પશુ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી:નગરના જાહેર માર્ગ ઉપર રસ્તાની મધ્યે 5 કલાક સુધી ગાય પીડાથી કણસતી રહી.
ફતેપુરા તા.30
આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પાછલા પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે એક ગાય રસ્તાની વચ્ચે પીડાથી કણસતી હતી.ફળિયાના રહીશોને આ બાબત ધ્યાને આવતા રહીશોએ ગાયને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાય ઊભી થઈ શકતી ન હતી.જેના કારણે ફળિયાના લોકોએ 1962 ઉપર ફોન કર્યો હતો પણ પાંચ કલાક સુધી કોઈ પણ કર્મચારી ન આવતા લોકોએ કંટાળીને નગરના હિન્દુ સંગઠનોને જાણ કરી હતી.
હિન્દુ સંગઠનોના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને ખાનગી પશુચિકિત્સક લાવીને આ પશુની સારવાર કરાવી હતી.ખાનગી પશુ ચિકિત્સકે એક પણ રૂપિયો ફી લીધા વગર આ ગાયની તમામ સારવાર નિ:શુલ્ક કરી હતી.આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય પગલાં લઈ જરૂરી કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે.જોકે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે 1962 પર ફોન કરવાથી જો એમ્બ્યુલન્સ ન આવતી હોય તો ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની શું હાલત હશે તે ગંભીર અને વિચારવા લાયક બાબત છે