બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટા નટવામાં ગરબા મંડળ દ્વારા ગાંધી જયંતીની શાનદાર ઉજવણી કરાઈ..
ઉંમર પ્રમાણે વકૃત્વ સ્પર્ધા,સંગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા નિબંધ લેખન સહિત ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન વિશે પ્રશ્નાવલીનો ટેસ્ટ લેવાયો.
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે આવેલ જાંબુડી ખાતે ગરબા મંડળમાં ગાંધીજી જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.મોટા નટવા ગામે જાંબુડી ફળિયામાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો,યુવાનો, માતાઓ,બહેનો માતાજીના ગરબા રમવા માટે આવે છે.તારીખ 2 ઓક્ટોબર 2022 ને રવિવારના રોજ ગરબાની સાથે-સાથે ગાંધી જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અલગ-અલગ સ્પર્ધાઓ ઉંમર પ્રમાણે યોજવામાં આવી.જેમાં 5 થી 10 વર્ષ,10 થી 14 વર્ષ અને 14 વર્ષથી ઉપર ઉંમર ધરાવતા તમામ માટે વકૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને સંગીત સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.6 થી 10 વર્ષમાં દીપ અને હર્ષ કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 10 થી 14 વર્ષના કટારા જયલબેન અને 14 વર્ષથી ઉપર ના કટારા સેજલબેને પ્રથમ સ્થાન કર્યું હતું.સાથે-સાથે ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન વિશે પ્રશ્નાવલી બનાવી ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને ગાંધીજી અને શાસ્ત્રીજીના ગુણોની ચર્ચા કરવામાં આવી હતી.દરેકે સ્પર્ધકોએ તેમના માંથી એકાદ સારો ગુણ પોતાના જીવનમાં લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.ભાગ લીધેલ તમામ બાળકોને દીપકભાઈ ચરપોટ અને શૈલેષભાઈ તરફથી ઇનામ આપવામાં વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રથમ,દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નાનકડા પ્રયાસ દ્વારા બાળકોના પોતાનામાં રહેલી શક્તિને ઓળખીને આગળ વધવાની યોગ્ય તક પ્રાપ્ત થઈ હતી.આ રીતે એક ધાર્મિક પ્રસંગની સાથે સાથે બાળકોના શિક્ષણ અને સંસ્કારની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.