બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રાઉન્ડ ફોરેસ્ટ કચેરી આસપાસમાં ફૂટી નીકળેલા ઝાડીઝાંખરા દૂર કરવામાં આવ્યા.
દાહોદ લાઈવમાં સમાચારો પ્રગટ થતા ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓએ સફળા જાગી સાફ-સફાઈ હાથ ધરી.
ફોરેસ્ટ કચેરીની સાઈડમાં પ્રજાપતિ સમાજના લોકોએ ઉતારેલ માટી જેસીબી થી પાથરી દેતા ઉહાપોહ.
( પ્રતિનિધિ )સુખસર,તા.03
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ રાઉન્ડ ફોરેસ્ટ કચેરી લાંબા સમયથી બંધ હાલતમાં હોય તેની આસપાસમાં ઝાડીઝાખરાં ફૂટી નીકળ્યા હતા.જેના અનુસંધાને સમાચાર પત્રોમાં સમાચારો પ્રકટ થતા સફાળા જાગેલા રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓએ આજરોજ જેસીબી મશીનથી ઝાડી ઝાંખરા સાફ કરી સાફ સફાઈ હાથ ધરી ઝાડીઝાંખરામાં છુપાયેલ કચેરીને ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રાઉન્ડ ફોરેસ્ટ કચેરી આવેલી છે.જે કચેરીમાં ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ રહી સુખસર વિસ્તારમાં જંગલ ખાતાને લગતી કામગીરી કર્મચારીઓએ કરવાની હોય છે.પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ કચેરીમાં કોઈ કર્મચારી હાજર નહીં રહેતા ફતેપુરા ફોરેસ્ટ કચેરીમાં રહી વહીવટ ચલાવતા હોય સુખસર ખાતે આવેલ કચેરીની આસપાસમાં ઝાડીઝાંખરાાઓએ સામ્રાજ્ય સ્થાપી લીધું હતું.જેથી ગત રોજ દાહોદ લાઈવ તથા અન્ય સમાચારપત્રોમાં સમાચારો પ્રકટ થતા સફળતા જાગેલા ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ આજરોજ કચેરીની આસપાસ ફૂટી નીકળેલા ઝાડીઝાંખરા ઓની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી.તેમજ કચેરીની પાસે સુખસરના પ્રજાપતિ સમાજના કેટલાક લોકોએ વાસણો ઘડવા માટે માટી ભેગી કરી હતી.તે પણ જેસીબી મશીનથી પાથરી દેવાતા પ્રજાપતિ સમાજના કેટલાક સભ્યો રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.અને પોતાને નુકસાન પહોંચ્યું હોવાનું તથા હવે વાસણો ઘડવા માટે માટી ક્યાંથી લાવવી?તેની વિમાસણમાં પડ્યા હોવા નો બળાપો ઠાલવી રહેલા નજરે પડ્યા હતા.આમ લાંબા સમયથી રાહ જોતી સુખસર ફોરેસ્ટ કચેરીની સાફ-સફાઈ કરવામાં આવી પરંતુ પ્રજાપતિ સમાજના લોકોની વાસણો ઘડવાની માટી પાથરી દેવાતા પ્રજાપતિ સમાજના ધંધાદારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળે છે.