બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં ખડકી દેવાયેલા અનેક પૈકી 43 ગેરકાયદેસર દબાણો હટાવવા મામલતદાર દ્વારા નોટિસ અપાઇ*
*મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1979 ની કલમ 61 મુજબ સરકારી જમીનના અનઅધિકૃત ભોગવટા માટે 43 જેટલા દબાણ કર્તાંઓને દસ દિવસમાં દબાણ હટાવવા જણાવ્યું*
સુખસર,તા.16
સુખસરમાં અનેક સ્થળો ઉપર સરકારી જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવેલ છે.આ દબાણો હટાવવા માટે દર વર્ષે જે તે દબાણકર્તા ઓને નોટિસો આપવામાં આવી રહી છે. પરંતુ નોટિસ આપ્યા બાદ આજ દિન સુધી સુખસરનુ એક પણ દબાણ માલિકે પોતે અથવા વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું હોય તેવું જોવામાં આવ્યું નથી.જ્યારે ગત ચારેક માસ અગાઉ પણ એકસો ઉપરાંત દબાણ કર્તાઓને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણ હટાવ્યા નથી.ત્યારે હાલમાં 43 જેટલા દબાણકર્તા ઓને નોટિસો પાઠવવામાં આવી છે.અને દસ દિવસમાં આ દબાણો હટાવી લેવા જણાવવામાં આવ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે આવેલ રેવન્યુ સર્વે નંબર 23 તથા 25 સરકારી જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ છે.અને મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1979 ની કલમ 61 મુજબ સરકારી જમીનના અનઅધિકૃત ભોગવતા માટે દર વર્ષે નોટીસો પણ આપવામાં આવે છે.અને તેવી જ રીતે હાલમાં નોટિસ આપી દસ દિવસમાં આ દબાણો હટાવી લેવા મામલતદાર સુખસર દ્વારા જણાવાયું છે.અને જણાવ્યું છે કે, સુખસર ની સરકારી પડતર રસ્તાની જમીનમાં બિનઅધિકૃત ભોગવટો કરી જમીનમાં દબાણ કરેલ છે.અને તમોએ સરકારી જમીન રસ્તા પર ખેતી બિન ખેતી દબાણ કરી સરકારી જમીન ઉપર રોંગ ફુલ પજેસન કરેલ છે.આવી બિન અધિકૃત કબજો ભોગવટો કરનાર તમામ દબાણ કર્તા ઓને નોટિસ આપી જણાવ્યું છે કે, તમોએ આપ ખુદીથી મરજી મુજબ સરકારી જમીન રસ્તા પર કબજો ભોગવટો કરી કાયદાનું ઉલ્લંઘન કરી કાયદેસરનો ગુનો કરેલ છે.કોઈપણ સરકારી મિલકત ઉપર બિનઅધિકૃત કબજો વગર પરવાનગીએ કરવો તે કાયદા વિરુદ્ધ છે.તેની જાણ હોવા છતાં દબાણકર્તા ઓએ બિનઅધિકૃત કબજો ભોગવટો કરેલ છે.વધુમાં મેં. કલેકટર સાહેબ દાહોદના હુકમ નંબર જમન/કલમ 37 ક2026 તારીખ 20/ 3/2026 મુજબ મોજે સુખસર તા.સુખસરના રેવન્યુ સર્વે નંબર 11 જાહેર માર્ગની જમીનમાં કરવામાં આવેલ દબાણ અંગે જમીન મહેસુલ અધિનિયમની કલમ 61 હેઠળ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ છે.જે મુજબ દબાણ કર્તા ઓએ બિનઅધિકૃત ભોગવટો કરી આ જમીનમાં દબાણ કરેલ હોય જે સત્વરે દૂર કરવા જણાવાયું છે.
સુખસરમાં બિનઅધિકૃત કબજો ભોગવટો કરનારાઓને નોટિસ મળે થી દિન-10 માં દબાણો દૂર કરી મામલતદાર કચેરીએ જાણ કરવા જણાવવામાં આવ્યું છે.અને તેમાં જો ચૂક થાય તો આ કામે સરકારી રાહે બિનઅધિકૃત કબજો દૂર કરવાની ફરજ પડશે અને જેનો ખર્ચ,નુકસાની વિગેરે જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે તેની સ્પષ્ટ નોંધ લેવા જણાવાયું છે.વધુમાં જણાવવામાં આવ્યું છે કે,ઉપરોક્ત દબાણ બાબતે જે-તે દબાણ કર્તાએ રજૂઆત કરવી હોય તેમણે તારીખ 18/5/2026 ના રોજ બપોરના 12 કલાકે રૂબરૂ સુખસર મામલતદાર કચેરી ખાતે હાજર રહી લેખિત રજૂઆત કરી શકશે તેમ પણ જણાવ્યું છે.આમ સુખસર મામલતદાર દ્વારા દબાણકર્તા ઓને સાંભળવાની તક પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.અને તેમ કરવામાં ચૂક થાય તો લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 ના નિયમ 103 હેઠળ અને લેન્ડ રેવન્યુ કોડ ની કલમ 61 હેઠળની તમામ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા પણ જણાવાયું છે.
