શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયતનો પદભાર ગ્રહણ કરતા નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી..
ફતેપુરા તા.29
ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીની સામૂહિક બદલી કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી વસાવાની નિમણૂક કરવામાં આવતા આજરોજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળી લીધેલ છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કે એ વસાવાની બદલી રાજ્ય સરકાર દ્વારા ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની બદલી કરવામાં આવતા બદલીથી હાજર થયેલા નવીન તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એ વસાવા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે નો આજરોજ ચાર્જ સંભાળી લેતા તેઓનું ફૂલહાર કરી મો મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું