મહેન્દ્ર ચારેલ :- દાહોદ
સંજેલીથી ખેડબ્રહ્મા સુધી 52 ગજની ધજા સાથે ભક્તિમય પગપાળા યાત્રા.
સંજેલી પત્રકાર ગ્રુપે પ્રથમ વખત 52 ગજની ધજા માં અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી.
સંજેલી પત્રકાર ગ્રુપ દ્વારા આસ્થાભેર ધાર્મિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંજેલીથી અંબાજી ધામ તરફ નીકળેલા જય અંબે યુવક મંડળ પત્રકાર ગ્રુપના સંઘમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ 20 
સંજેલી પત્રકાર ગ્રુપે પોતાના 16મા વર્ષમાં પ્રવેશના મંગલ પ્રસંગે પ્રથમ વખત 52 ગજની ધજા સાથે માતાજીના દર્શન અને ધજા અર્પણ કરવાની ધાર્મિક યાત્રા યોજી હતી.
યાત્રાની શરૂઆત સંજેલીના કોટા મહાકાળી માતાના મંદિરેથી કરવામાં આવી હતી. અહીં શ્રદ્ધાળુઓએ શ્રીફળ વધેરી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ “બોલ માડી અંબે… જય જય અંબે”ના જયઘોષ સાથે સંઘ પગપાળા અંબાજી ધામ તરફ રવાના થયો હતો. જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સંજેલીથી ખેડબ્રહ્મા સુધીની આ યાત્રામાં સંઘના સભ્યો અને શ્રદ્ધાળુઓએ લાંબું અંતર પગપાળા કાપીને 52 ગજની ધજા સાથે ખેડબ્રહ્મા ખાતે નાના અંબાજી ધામે પહોંચ્યા હતા. મંદિર ખાતે ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના કર્યા બાદ 52 ગજની ધજા માતાજીને અર્પણ કરવામાં આવી હતી.
ધજા અર્પણ કર્યા બાદ ભક્તોએ માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓમાં માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને અતૂટ ભક્તિ જોવા મળી હતી.
સંજેલીથી શરૂ થયેલી આ ભક્તિમય પગપાળા યાત્રા દરમિયાન નાના અંબાજી ધામે ધજા અર્પણ કર્યા બાદ સંઘ હવે અંબાજી ધામમાં માં અંબે અને ગબ્બરના દર્શન માટે આગળ પ્રયાણ કરશે.
“બોલ માડી અંબે… જય જય અંબે”ના જયઘોષ સાથે સંજેલીથી શરૂ થયેલી આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો સુંદર સંદેશ
