રાજેશ વસાવે :- દાહોદ
*વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ નિમિત્તે ૫૦૦૦ દીવડાઓ સાથે ભવ્ય દીપ પ્રાગટ્ય કાર્યક્રમ*
*સુખસર તાલુકાના વરૂણદેવ મંદિર ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને આશીર્વાદનો દીવડો કાર્યક્રમ*
*વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની ઉજવણી કરાઈ*
સુખસર તા. 17
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સફળ નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત સુખસર તાલુકાના ઐતિહાસિક વરૂણદેવ મંદિર ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ભવ્ય “આશીર્વાદનો દીવડો” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ એકસાથે ૫૦૦૦ દીવડાઓ પ્રગટાવીને સમગ્ર પરિસરને પ્રકાશમાન કર્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વરુણદેવની વિશેષ પ્રાર્થના કરી દેશના યશસ્વી વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
તાલુકા વહીવટી તંત્ર અને સ્થાનિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સેવા અને સમર્પણના આ ઉત્સવને સફળ બનાવ્યો હતો.
