ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરપાલિકા દ્વારા 20 લાખના ખર્ચે 4 નવા સર્કલની કામગીરીનો આરંભ…
સંતરામપુર તા.29
સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં આશરે 20 લાખના ખર્ચે 4 નવા સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા રૂપિયા 20 લાખના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાં સંત લુણાવાડા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગોધરા ભાગોળ બસ સ્ટેન્ડ ચાર રસ્તા પ્રતાપપુરા અલગ અલગ જગ્યાએ જુના બનાવેલા સર્કલો તોડી પાડીને નવા બનાવવાની કામગીરી હાથ ધરી સમયમાં નવા સર્કરોનું નિર્માણ કરવામાં આવશે હાલમાં સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે સંતરામપુરનું શોભા વધારવા માટે નવા સર્કલો બનાવીને નગરનો અલગ જ ચહેરો જોવામાં આવશે આ રીતે અગાઉમાં સમયમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશદ્વાર બનાવવાની પણ નગરપાલિકા મંજૂર કરાવેલા છે આ રીતે સંતરામપુર પાલિકા નગરમાં વિકાસનો કામોનું જોર પકડ્યું છે.