
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરવાસીઓએ વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી…
નગરના વિવિધ માર્ગો પર ફરી પીપલારા નદી પર વિસર્જન કરવામાં આવ્યું..
ફતેપુરા પોલીસ દ્વારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલ ગણેશજીને દસ દિવસ તમામ થયા પછી આજરોજ વાજતે ગાજતે વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ હતી જ્યાં સવાર સાંજ બંને ટાઈમ આરતી અને પ્રસાદ વહેચણીનો કાર્યક્રમ રાખવામાં આવતો હતો 10 10 દિવસની મહેમાનગતિ માન્ય પછી ભગવાન ગણેશજીની આશરે 10 જેટલી મૂર્તિઓની આજરોજ વિસર્જન શોભાયાત્રા માતાજીના મંદિરે થી ઢોલ નગારા ડીજે ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા અગલે વર્ષ લોકરીયા જેવા ધાર્મિક સૂત્રોચારો કરતા હોવા કાઢવામાં આવેલ હતી જે નગરના વિવિધ માર્ગો જેવા કે મેન બજાર હોળી ચકલા પોલીસ સ્ટેશન રોડ જુના બસ સ્ટેન્ડ ઝાલોદ રોડ થઈને પીપલારા નદી પર વિસર્જન કરવામાં આવેલ હતું ગણેશજી વિસર્જન શોભાયાત્રા દરમિયાન દરેક સમાજના લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સહયોગ આપેલ હતો શાંત વાતાવરણમાં શાંતિપૂર્વક ભક્તિ ભાવપૂર્વક વિસર્જન શોભાયાત્રા સંપન્ન થવા પામેલ હતી ફતેપુરા પી એસ આઇ શ્રી સી બી બરંડા અને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો