શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર
જૈન સમાજ દ્વારા ફતેપુરા પી.એસ.આઇ સી.બી.બરંડાને આપેલ આવેદનપત્ર
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પી.એસ.આઇ સી.બી બરંડાને શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ મુજક જૈન શ્રી સંઘ ફતેપુરા દ્વારા ફતેપુરા જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જૈન સમાજના પવિત્ર તહેવાર પયુષન પર્વ તારીખ 24 ઓગસ્ટ થી તારીખ 31 ઓગસ્ટ સુધી ચાલુ થવાનો છે તો આ પવિત્ર તહેવાર ને ધ્યાનમાં લઇ ફતેપુરા નગર સહિત ફતેપુરા તાલુકામાં ચાલતા તમામ કતલખાના આઠ દિવસ માટે બંધ રાખવા માટે ફતેપુરા તાલુકા પી.એસ.આઇ સી.બી બરંડાને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. જેમાં તાલુકા વાસીઓ સહકાર આપે તેવી આખા જૈન સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે