
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ભારતીય ટ્રાયબલ પાર્ટી ફતેપુરા તાલુકા દ્વારા મામલતદાર ને આપેલ આવેદનપત્ર
ફતેપુરા તાલુકામાં યુરિયા ખાતરની કાળાબજારી અટકાવવા માટે આપેલ આવેદનપત્ર
નાયબ મામલતદાર શ્રી પુરવઠા એસ.એમ ચૌધરી આવેદનપત્ર ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની આપેલ ખાતરી
ફતેપુરા તા.19
ભારતીય ટ્રાયબલ પાર્ટી ફતેપુરા તાલુકા દ્વારા મામલતદાર કચેરી આવીને નાયબ મામલતદાર શ્રી એસ.એમ ચૌધરીને આવેદનનપત્ર રજુ કરેલું હતું આવેદનપત્ર સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી પુરવઠા નાયબ મામલતદાર એસ એમ ચૌધરી એ આપેલ હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકામાં આવેલ એગ્રો સેન્ટરમાં ખાતર મળતું ના હોવાથી વેપારીઓ દ્વારા કાળા બજાર કરીએ ખેડૂતોને મોંઘા ભાવે આપવામાં આવેલ છે યુરિયા ખાતર ની પ્રિન્ટ કિંમત રૂપિયા 266.50 પૈસા છે જે ઉપર વટાવીને વેપારીઓ દ્વારા કાળાબજાર કરીને રૂપિયા 350 થી રૂપિયા 400 સુધી ની કિંમત વસૂલ કરી ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવે છે વેપારીઓ દ્વારા કરવામાં આવતા કાળા બજાર સદંતર બંધ કરાવવામાં આવે તેમજ તપાસ હાથ ધરી ગુનેગાર સાબિત થતા કડક પગલાં લેવામાં આવે અને ચલાવવામાં આવતી ઉઘાડી લુટ બંધ કરવા નહીં આવે તો બી ટી ટી એસ અને બી. ટી પી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફતેપુરા તાલુકામાં ઉગ્રઆંદોલન કરવાની ચીમકી આવેદનપત્ર માં ઉચ્ચારેલ છે.