
ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના છાલોર ગામે સરપંચ શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયું.
ધોરણ 1 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
ફતેપુરા તાલુકાના છાલોર ગામે ગ્રામ પંચાયતના પટાગનમાં તેમજ માધ્યમિક શાળામાં સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીના ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો 76 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે સરપંચ શ્રી એ ધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે સાલા ના શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા પ્રસંગને અનુરૂપ સરપંચ દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું શાળામાં ધોરણ 1 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રોકડ ઈનામ તેમજ પ્રમાણપત્ર ઇનાયત કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી સરપંચ શ્રી દ્વારા શાળામાં પ્રથમ આવતા ધોરણ 1 અને ધોરણના 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે સ્વતંત્ર દિને રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે