
ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સીલ મરાયેલી ચાર દુકાનોનો મામલો…
કબજેદાર દ્વારા ગેરકાયદેસર રીતે સીલ તોડવા મામલે તાલુકા વિકાસ અધિકારી લાલઘૂમ
ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ટીડીઓએ કાર્યવાહી કરવા આપ્યા આદેશ
કબજેદાર દ્વારા અગાઉ બે દુકાનોનું સીલ તોડવામાં આવ્યું ત્યારબાદ ત્રણ ચાર દિવસ બાદ ફરીથી બે દુકાનો સીલ તોડી નાખવામાં આવ્યું
ફતેપુરા તા. 08
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર જોષી પરિવારને સન ૧૯૭૮માં ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ હતી આ જમીન પર મકાન બાંધકામના નહીં કરી ચાર દુકાનોને બાંધકામ કરવામાં આવેલું હતું મોડે મોડે જાગેલા ગ્રામ પંચાયત ચાર દુકાનોને સિલ મારી દેવામાં આવ્યું હતું પરંતુ કબજેદાર દવારા આ ચાર દુકાનો પૈકી બે દુકાનો નું સિલ ચાર પાચ દિવસ અગાઉ તોડી પાડેલ હતું અને ત્યારબાદ ફરીથી બે દુકાનો સીલ તોડી નાખી બિનકાયદેસર કૃત્ય કરેલ હોય ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની હોય પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરેલ હોય તેવું જાણવા મળેલ નથી ચાર દુકાનો પૈકી બે દુકાનો પેટા ભાડે આપી ઘરવિહોણા ઈસમ દ્વારા ભાડાની આવક પણ કરી રહેલ છે અગાઉ બે દુકાનો સીલ તોડી નાખતા ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતના સૂચના પણ આપેલ હતી તે છતાં પણ કબજેદાર દવારા બીજી બે દુકાનો પણ સીલતોડી નાખી ચારે ચાર દુકાનનું સીલ તોડી નાખી બિન અધિકૃત કાર્ય કરેલ ગ્રામ પંચાયત ના સત્તાધીશો દ્વારા આગળની શું કાર્યવાહી કરે છે તે તો સમય આવે ત્યારે ખબર પડશે