
ફતેપુરા,શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કુમાર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ ઉજવાયો
ધોરણ 1 માં બાળકોને પ્રવેશ અપાયો.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા કુમાર શાળા માં ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ને અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું પ્રસંગે જિલ્લા ભાજપ વ્યવસાય સેલના સહ સંયોજક પંકજભાઈ પંચાલ પશ્ચિમ રેલવે ડિરેક્ટર રિતેશભાઈ પટેલ શાળાના આચાર્ય રમેશભાઈ કટારા ચંપકભાઈ પંચાલ એડવોકેટ અને પત્રકાર શબ્બીર ભાઈ સુનેલ વાળા વિનોદભાઈ પ્રજાપતિ શિક્ષકો શિક્ષિકા બહેનો વિદ્યાર્થીઓ તેમજ ધોરણ એક માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ અને તેના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ ઉજવાયો હતો જેનું દીપ પ્રગટાવી ખૂલ્લો મુકવામાં આવેલ હતો શાળામાં ધોરણ-1 માં પ્રવેશતા બાળકોને દફ્તર આપી પ્રવેશ અપાયો હતો તેમજ આ શાળામાં ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ શાળામાં ભણેલા અને ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રવીણભાઈ પંચાલ નું તથા અશ્વિનભાઈ ઉપાધ્યાય નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં મહાનુભવોના વરદ હસ્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ એ કરેલ હતું