
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.85 ટકા આવ્યું
ફતેપુરા તા.04
આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 નો સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 114 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપેલ હતી.તેમાંથી 107 વિદ્યાર્થીનીઓ પાસ થયેલ હતી જ્યારે 7 વિદ્યાર્થીનીઓ નાપાસ થવા પામેલ હતી જાગૃતિ કન્યા વિદ્યાલય નું પરિણામ 93. 85 ટકા આવેલ છે જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા નું ધોરણ-12 સામાન્ય પ્રવાહ મા
પ્રથમ નંબરે (1)ભાભોર શોભાનાબેન રાવજીભાઈ 700/611 ગુણ મેળવી ને પ્રથમ આવે છે (2)બીજા નંબરે વગેલા પાયલબેન સંદીપભાઈ 700/586 ગુણ મેળવે છે અને (3)ત્રીજા ક્રમે આવે છે ચરપોટ પ્રિયંકાબેન બિપીનભાઈ 700/544 ગુણ મેળવી ને શાળાનું તેમજ ફતેપુરા તાલુકાનું તથા સમાજ,ગામનું નામ રોશન કર્યું છે.તેમને શાળાનાં આચાર્ય શ્રી જે.આર.પટેલ તેમજ શિક્ષકગણ તેમજ શાળા પરીવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા