
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ડુંગરા ગામેથી ફતેપુરા ઘુઘસ રોડ ઉપરથી શંકાસ્પદ બાયોડીઝલનું ટેન્કર ઝડપાયું
ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા અને તેની ટીમ દ્વારા ટેન્કર ઝડપી ફતેપુરા પુરવઠા વિભાગને જાણ કરી
ફતેપુરા પુરવઠા વિભાગ ટેન્કર જપ્ત કરી સીલ કરી પ્રવાહીને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું
પકડાયેલો શંકાસ્પદ બાયોડિઝલ 10.43 હજારનો મુદામાલ હોવાનું સામે આવ્યું..
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે થી ફતેપુરા ઘુઘસ રોડ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાયોડીઝલ નું ટેન્કર ફતેપુરા પી એસ આઇ સી બી બરંડા અને તેની ટીમ દ્વારા પકડી પાડી ફતેપુરા પુરવઠા વિભાગને જાણ કરતા ફતેપુરા મામલતદાર શ્રી પી એમ પરમાર ના માર્ગદર્શન હેથલ ફતેપુરા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર પુરવઠા ચૌધરી અને તેની
ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી જથ્થા ને સીઝ કરી ને બાયો ડિઝલ ટેન્કર જપ્ત કરી પોલીસ સ્ટેશનને જમા કરાવી તેમાં ભરેલ પ્રવાહી તપાસ અર્થે રિપોર્ટ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ ને મોકલી આપવામાં આવેલ છે જેના સેમ્પલ ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે.