Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે મોટરસાઈકલ-જેસીબી વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકીનું પણ સારવાર દરમિયાન મોત:મૃત્યુઆંક 5 પર પહોંચ્યો      

April 27, 2022
        1608
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે મોટરસાઈકલ-જેસીબી વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકીનું પણ સારવાર દરમિયાન મોત:મૃત્યુઆંક 5 પર પહોંચ્યો       

બાબુ સોલંકી,સુખસર

 

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે મોટરસાઈકલ-જેસીબી વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકીનું પણ સારવાર દરમિયાન મોત:મૃત્યુઆંક 5 પર પહોંચ્યો 

    

અકસ્માતમાં એક જ પરિવારના પિતા સહિત બે પુત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે પત્નીનુ સુખસર સરકારી દવાખાનામાં મોત થયું હતું.ગંભીર ઇજાગ્રસ્ત પુત્રીનુ દાહોદ સારવાર દરમ્યાન આજરોજ મોત નીપજતા કુલ પાંચના મોત.

     

અકસ્માત નોતરનાર જેસીબી ચાલકને પોલીસ સ્ટેશનમાં હાજર કરો પછી લાશોનો સ્વીકાર કરીશું: પરિવારજનોની હઠ.

 

જેસીબી ચાલક વિરુદ્ધ કાયદેસર તટસ્થ કાર્યવાહી કરવાની પોલીસે હૈયાધારણા આપતા 24 કલાકે લાશોનો સ્વીકાર કરતાં પરિવારજનો.

 

સુખસર,તા.27

 

ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામે ગતરોજ મોટરસાયકલ-જેસીબી વચ્ચે અકસ્માત સર્જાતા એકજ પરિવારના મોટરસાયકલ સવાર 6 લોકોને ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં બે પુત્રો સહિત પિતાનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે મોટર સાયકલ ચાલકના પત્ની સહિત બે પુત્રીઓને સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં 32 વર્ષીય પત્નીનું પણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત બે પુત્રીઓને સુખસર બાદ ઝાલોદ અને ત્યાંથી દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ 12 વર્ષીય પુત્રીનું પણ મોત નિપજતા એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બનતા પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે ગતરોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ-જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ સવાર એક જ પરિવારના 6 સભ્યોને અકસ્માત નડતા મોટરસાયકલ ચાલક સંજયભાઈ વીરસીંગભાઇ ખડિયા ઉંમર વર્ષ 33, પુત્ર જીતુભાઈ ઉંમર વર્ષ 07,રાજવીરભાઈ ઉંમર વર્ષ 04 વર્ષનાઓનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે મૃતક સંજયભાઈના પત્ની કમળાબેન ઉંમર વર્ષ 32 તથા પુત્રી મધુબેન ઉંમર વર્ષ 12 તથા રંજનબેન ઉંમર 08 નાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં કમળાબેન સંજયભાઈ ઉંમર વર્ષ 32 નાઓનું સુખસર સરકારી દવાખાનામાં મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત મધુબેન ઉંમર વર્ષ 12 ને સુખસર બાદ ઝાલોદ અને ત્યાંથી દાહોદ ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવી હતી.જેનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જ્યારે રંજનબેન નાઓને સામાન્ય ઇજા પહોંચી હતી અને હાલ તે દાહોદ દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે, મૃતક પરિવાર ઝાલોદ તાલુકાના ધારા ડુંગર ગામના ડામોર ફળિયાના રહેવાસી હતા.અને તેઓ કડાણા બાજુ મોટરસાયકલ ઉપર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.તેઓને ગોઝારો અકસ્માત નડતા એકજ પરિવાર પીંખાઇ જતાં પરિવાર સહિત ગામમાં માતમ છવાઇ ગયો હોવાનું જાણવા મળે છે.અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે, અકસ્માત નોતરી જેસીબી ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યો ગુમાવનાર પરિવારના સભ્યો મૃતક સ્વજનોની લાશો જ્યાં સુધી અકસ્માત નોતરનાર જેસીબી ચાલકને પોલીસ પકડે નહીં ત્યાં સુધી નહીં સ્વીકારવાની હઠ લઈને બેઠા હતા.પરંતુ જેસીબી ચાલક વિરુદ્ધ તટસ્થ કાયદાકીય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપતા અને પોલીસની દરમિયાનગીરીથી આખરે 24 કલાક બાદ મૃતકના પરિવારજનોએ લાશોનો સ્વીકાર કર્યો હોવાનું પણ જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!