
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના બારિયાની હાથોડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યશ્રીનો વિદાય સમારોહ યોજાયો
બારીયાની હાથોડ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા શ્રીમતી રમીલાબેન નવીનભાઈ બારીયાનાં વયનિવૃતી હોય તેઓ નો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમ માં પૂર્વ કેન્દ્રિય મંત્રી અનેદાહોદ સાંસદ માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તથા
ગુજરાત વિધાનસભા નાં દંડક સાહેબ, માનનીય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તથા દાહોદ જિલ્લાના શિક્ષણ સમિતિ ચેરમેન માનનીય શ્રી પ્રફુલભાઈ ડામોર તેમજ શાળાના શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માનકર્યું.તેમનું જીવન સુખમય, નિરોગી અને તંદુરસ્ત તેમજ ભક્તિમય રહે તેવા આશીર્વાદ આપ્યા હતા