Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટાનટવામાં સામાન્ય બાબતે તકરાર કરી કુહાડી વડે હુમલો કરતાં યુવાન ઈજાગ્રસ્ત.

April 2, 2022
        682
ફતેપુરા તાલુકાના મોટાનટવામાં સામાન્ય બાબતે તકરાર કરી કુહાડી વડે હુમલો કરતાં યુવાન ઈજાગ્રસ્ત.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મોટાનટવામાં સામાન્ય બાબતે તકરાર કરી કુહાડી વડે હુમલો કરતાં યુવાન ઈજાગ્રસ્ત.

હુમલાખોરે અમારા ઘર બાજુ કેમ આવ્યો તેમ કહી યુવાનને માથામાં તથા બરડાના ભાગે કુહાડી વડે માર માર્યો.

 

સુખસર ,તા.02

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે ગત શુક્રવારના રોજ કુહાડી સાથે લઈ જનાર હુમલાખોરે એક યુવાનને અમારા ઘર બાજુ તું કેમ આવ્યો છે. તેમ કહી તેના હાથમાં રાખેલ કુહાડી ની મુદર યુવાનને માથાના પાછળના ભાગે તથા બરડાના ભાગે મારતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો.જ્યારે હુમલાખોર હુમલો કરી ફળ ઉપરથી ફરાર થઇ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાલમપુરા ફળિયા ખાતે રહેતા કલસીગભાઈ જ્યોતિભાઇ કલારા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓનો પુત્ર કેતુલભાઈ ગત 25 માર્ચ-2022 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં વાલસીંગભાઈ કટારાના ઘરે લીંબુ લેવા જાઉં છું તેમ કહી ઘરે થી નીકળ્યો હતો.ત્યારબાદ થોડી વાર પછી વાલસીંગભાઈના ઘર બાજુ બૂમાબૂમનો અવાજ આવતા કલસિંગ ભાઈ તથા અન્ય કુટુંબીજનો વાલસીંગ ભાઈના ઘર બાજુ ગયા હતા.તેવા સમયે લીંબુડીના ઝાડ પાસે જતા જોયેલતો ફળિયામાંજ રહેતો અશ્વિન તેરસીંગભાઇ કલારા કેતુલ ભાઈનો કોલર પકડી મા-બેન સમાણી ગાળો બોલી કહેતો હતો કે,તમારે અમારા સાથે ત્રણેક મહિનાથી બોલાચાલીનો વહેવાર નથી.તેમ છતાં તું અમારા ઘર બાજુ કેમ આવેલ? તેમ કહી તેના હાથમાંની કુહાડી મારવા જતા કેતુલ નમી જતા અશ્વિનના હાથ માં રાખેલ કુવાડીની મુંદર કેતુલના માથાના પાછળના ભાગે તથા બરડાના ભાગે વાગતા ઇજાઓ પહોંચવા પામી હતી.તેમજ કુહાડીના હાથા વડે પણ કેતુલને માર મારવામાં આવ્યો હતો. જ્યારે કેતુંલના ઘરના સભ્યો અશ્વિનની માર માંથી છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ ખોટી ગાળો આપી જણાવતો હતો કે,અમારી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર નથી તેમ છતાં તમો અમારા મકાનો બાજુ કેમ આવો છો?તમોને જીવતા છોડીશું નહીં. તેમજ હું ચારથી પાંચ માણસોને મારી નાખી જેલમાં જઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતો હુમલાખોર અશ્વિન તેના ઘર બાજુ ભાગી છૂટ્યો હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત કેતુલને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી ગાડીમાં સંતરામપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે કલસિંગભાઈ કલારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે મારામારી, સુલેહ ભંગ તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતે ગુનો દાખલ કરી આરોપી અશ્વિન તેરસિંગભાઈ કલારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!