Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા હાઈવે માર્ગ ઉપર અજાણ્યા વાહનચાલકે ઘાણીખુટની વૃદ્ધાને અકસ્માત કરતા સારવાર દરમિયાન મોત.

April 2, 2022
        569
ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા હાઈવે માર્ગ ઉપર અજાણ્યા વાહનચાલકે ઘાણીખુટની વૃદ્ધાને અકસ્માત કરતા સારવાર દરમિયાન મોત.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા હાઈવે માર્ગ ઉપર અજાણ્યા વાહનચાલકે ઘાણીખુટની વૃદ્ધાને અકસ્માત કરતા સારવાર દરમિયાન મોત.

અકસ્માત નોતરી ફોરવીલર વાહન ચાલક વાહન સાથે ફરાર.

સંતરામપુર ખાનગી દવાખાનામાં પાંચ દિવસની સારવાર બાદ રીફર કરાતા ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધાએ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે આખરી શ્વાસ લીધા.

 

સુખસર,તા.02 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિનપ્રતિદિન નાના-મોટા અકસ્માતો નોતરી રહ્યા છે.જેમાં વધુ એક બનાવ ગત શુક્રવારના રોજ અજાણ્યા વાહનચાલકે મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર નાલંદા સ્કૂલ પાસે રસ્તો ક્રોસ કરી રહેલ 60 વર્ષિય વૃદ્ધાને અડફેટમાં લઇ અકસ્માત કરતા માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપરથી ભગાવી જઇ ગુન્હો કરવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે રહેતા માલીબેન હુમલાભાઈ કટારા ઉંમર વર્ષ 60 નાઓ મકવાણાના વરુણા ગામે આવેલ નાલંદા સ્કૂલ માં અભ્યાસ કરતી હેતલબેનને લેવા માટે ગયા હતા.અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.તેવા સમયે એક અજાણ્યો ફોર વ્હીલર વાહન ચાલક તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત કરતા માલીબેનને જોશભેર ટકકર વાગતા તેઓ રસ્તા ઉપર ફેકાઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ચાલક તેના કબજાની ગાડીને ઝાલોદ તરફ ભગાડી ગયો હતો.અને માલીબેનને હાથે-પગે, માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પાંચ દિવસ સુધી સારવાર માટે દાખલ રાખવા છતાં તબિયતમાં સુધારો નહીં થતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ગતરોજ માલીબેનનું મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત અકસ્માત સંદર્ભે ઘાણીખુટના ચુનિયાભાઈ ભૂરાભાઈ કટારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા ફોર વીલર ગાડીના ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!