Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય વિદ્યાર્થીનીઓ માટે એક દિવસીય એનએસએસ કેમ્પ યોજાયો..

March 15, 2022
        531
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય વિદ્યાર્થીનીઓ માટે એક દિવસીય એનએસએસ કેમ્પ યોજાયો..

શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા 

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય વિદ્યાર્થીનીઓ માટે એક દિવસીય એનએસએસ કેમ્પ યોજાયો..

ફતેપુરા તા.15

ફતેપુરા નગરમાં આવેલ શાળા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતેથી વડવાસનાં લીમડા હનુમાન મુકામે એક દિવસીય NSS કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામા આવી હતી પ્રથમ NSS કનવિંનર એચ.પી.આમીન દ્વારા પ્રવચન આપવામાં આવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સેવાવિશે સમજ આવામાં આવી હતી. તેમજ શ્રી એચ. જે. પારગી એ પણ રાષ્ટ્રીયસેવા સુરક્ષા વિશે કોલેજકાળ દરમિયાન કરેલા અનુભવો ની વિગતે માહિતી આપી હતી.અને વિદ્યાર્થીનીઓ માર્ગદર્શન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા ના શિક્ષકો માં શ્રી વી.કે.પટેલ સહયોગ પૂરો પડ્યો હતો મંદિર નાં પટાંગણ માં સાફસફાઈ કરવાં આવી હતી અને ભજન, ધૂન પણ કરવાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓને એચ. પી. આમીન અને એમ.એન.પટેલ દ્વારા આસ્ક્રીમ, ખજૂર વગેરે નાસ્તો ખવડાવવામાં આવ્યો હતો અને શાળા તરફ થી બપોરના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ શાળા ના શિક્ષકો તથા આચાર્ય શ્રી જે. આર. પટેલ અને સુપરવાઈર ડી.એન.પ્રજાપતિ નો સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કેમ્પ નું સંચાલન NSS યુનિટનાં કનવિંનર શ્રી એચ. પી. આમીન અને સહ કનવિનર શ્રીમતી એસ. ચી. ભોયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!