ફતેપુરા કોન્ટ્રાક્ટર દ્વારા બાયપાસ રોડ પર બંને બાજુની સાઈડ પુરવામાં નહી આવતા વાહનચાલકો કરવો પડતો મુશ્કેલીનો સામનો 

Editor Dahod Live
1 Min Read

શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા કોન્ટ્રાક્ટર દ્વારા બાયપાસ રોડ પર બંને બાજુની સાઈડ પુરવામાં નહી આવતા વાહનચાલકો કરવો પડતો મુશ્કેલીનો સામનો 

ફતેપુરા તા.04

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ઝાલોદ બાઇપાસ રોડ ના નવીન કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આર.સી.સી રોડ બનાવવામાં આવેલ છે આ આર.સી.સી રોડ બનાવ્યા પછી આરસીસી રોડની બંને બાજુની સાઈડ પૂરવા માં નહીં આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સામસામે બે વાહનો આવી જતા વાહન પસાર કરવું કઠિન થઈ જાય છે તેમજ રોડને અડીને આવેલી દુકાનો ના ગ્રાહકો અને દુકાનદારોને પોતાના વાહનો ક્યાં ઊભા રાખવા તે એક સમસ્યા ઉભી થયેલ છે રોડની બંને બાજુ સાઈડ મા પુરણ કરેલ ના હોવાથી દુકાનદારો અને ગ્રાહકો રોડ ઉપર પોતાના વાહન ફરજિયાત રોડ ઉપર ઊભા રાખવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે અને રોડનીઆજુબાજુ પૂરણકરેલનાહોવાથી રોડની નીચે વાહન ઉતરી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી અને ભવિષ્યમાં અકસ્માત સર્જાઇ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે જેથી નવીન બનાવેલા આરસીસી રોડની બંને બાજુ પુરણકરવામાં આવે તે તાતી જરૂરિયાત છે.

Share This Article