Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક મહિલા સહીત બેના મોત..

March 4, 2022
        615
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક મહિલા સહીત બેના મોત..

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક મહિલા સહીત બેના મોત..

દાહોદ તા.04

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાઓએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં એક મહિલા સહીત બે ના મોત નિપજ્યા છે જયારે અન્ય એક ઈસમ ઇજાગ્રસ્ત હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જાણવા મળેલ છે.

 દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે.જેમાં વાહન ચાલકોની પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં માર્ગ અકસ્માત નો પહેલો બનાવ ગરબાડા તાલુકાના વડવા ગામે બનવા પામ્યો છે જેમાં ભરત પેમલા ભાઈ બારીયા પોતાના કબ્જાની GJ20 AS 5244 નંબરની મોટર સાઇક્લ પર મધુબેન ચંદુભાઈ પરમારને બેસાડી ગરબાડા થી જેસાવાડા તરફ જઈ રહ્યો હતો તે સમયે રસ્તા માં વડવા ગામે મધુબેન ચંદુભાઈ પરમાર મોટર સાઇક્લ ની પાછળ બેઠેલા હતા.તેવા સમયે તે જમીન પર પડી જતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ભરત ભાઈને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી જયારે ઉપરોક્ત બનાવ સંદર્ભે ગરબાડાના બારીયા ફળિયાના રહેવાસી અમરસીંગ બચુભાઈ બારીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પેમલા ભાઈ વિરુદ્ધ માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર્ગ અકસ્માત નો બીજો બનાવ ગરબાડા તાલુકાના જેસાવાડા વડઘાટી લીમણી વાડી ફળિયા ખાતે બનવા પામ્યો છે જેમાં લીમણી વડઘાટી ફળિયાના રહેવાસી રમેશભાઈ લાલચંદ ભાઈ પરમાર પોતાના કબ્જાની GJ20 AD 7082 નંબર ની મોટર સાઇક્લ લઈ પૂર ઝડપે તેમજ ગફલત રીતે હંકારી લાવતા બાઈક સ્લીપ ખાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઉપરોક્ત બનાવ સંદર્ભે જેસાવાડા પોલીસે માર્ગ અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!