
સુભાષ એલાણી :- દાહોદ
દાહોદ જિલ્લાના CSC સેન્ટર દ્વારા ગામડાના સાંસ્કૃતિક વારસાની માહિતી હવે મોબાઈલમાં કેદ થશે.
દાહોદ તા. 04
દાહોદ જિલ્લાના CSC સેન્ટર દ્વારા ગામડાના સાંસ્કૃતિક વારસાની માહિતી હવે મોબાઈલમાં કેદ થશે.ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને CSC વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.જીલ્લામાં આ યોજનાની ટ્રાયલ પણ કરવામાં આવી હતી. જોકે ટ્રાયલ દરમિયાન જીલ્લાની કેટલીક પંચાયતોમાં સીએસસી(CSC)કર્મચારીઓ દ્વારા
l
સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ભારત સરકારના માહિતી પ્રોદ્યોગિક મંત્રાલય હેઠળ CSC કોમન સર્વિસ સેન્ટર અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય, સરકાર સયુક્ત સહયોગથી જીલ્લાના તમામ ગામોની સંસ્કૃતિક માહિતી સર્વે કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો દ્વારા ખાસ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે, જેના માટે ગ્રામ્ય કક્ષા એ CSC ઓપરેટરોની તાલીમ લેવામાં આવી હતી. આ કામ દેશ માં પહેલીવાર થઇ રહયું છે. જેને મારું ગામ,મારો વારસો નામ આપવામાં આવ્યું છે. આ શબ્દોનો સીધો અર્થ એ ગામની ધરોહર, 9 વિશેષ બાબતો આ સર્વે દરમિયાન નોધવામાં આવી છે સાંસ્કૃતિક વારસો, મારું ગામ, મારું વિરાસત સાંસ્કૃતિક શબ્દનો સીધો અર્થ એ થાય છે કે જેમાં કઈક વિશેષ છે અથવા તે જૂની છે, સરકાર આવી બધી વસ્તુઓને એકત્ર કરવા અને આ બાબતો તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. જેમાં ગામના નાગરિકોના સહકારથી ગામ, બ્લોક, જીલ્લો શું વિશેષ બનાવે છે, તેની વિશેષતા નોધવામાં આવશે. આ સાથે ફોટા, વિડીઓ અને તેને લગતી સંપૂર્ણમાહિતી પણ અપલોડ કરવામાં આવશે , તેને મોબાઈલ એપ દ્વારા દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમ ૨૮-૦૨-૨૦૨૨ ના રોજ ઉપસ્થિત જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ઇન્ચાર્જ વિરલ ચોધરી અને સી.એસ.સી ડિસ્ટ્રિક્ટ મેનેજર કમલેશ ગણાવા એ જણાવ્યું કે જે લોકો ને મારા ગામ, મારા વારસાની ગામડાની વસ્તુઓ વિશેની પ્રખ્યાત વસ્તુઓ વિશે જાણે છે તેઓ તેમને લઈ જઈ શકે છે. અને જોઈ શકે છે. સરકારના પ્રયાસથી એક ક્લિકથી તમામ માહિતી દરેક લોકોને મળી રહે છે.