ફતેપુરા તાલુકાના બે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગયેલા યુક્રેનમાં સહી સલામત:મામલતદાર દ્વારા પરિવારજનો જોડે મુલાકાત કરી સાંત્વના પાઠવી

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના બે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગયેલા યુક્રેનમાં સહી સલામત

ફતેપુરા તાલુકાના ગવા ડુંગરા અને નાની નાદુકણ ગામના અત્યારે બંને વિધાર્થીઓ સલામત મામલતદાર પી.એન પરમારે ગવા ડુંગરા ગામના પરિવારજનોની લીધેલ મુલાકાત

ફતેપુરા તા.02

ફતેપુરા તાલુકાના ગવા ડુંગરા અને નાનીનાદુકણ ગામના
બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં એમ.બી.બી.એસના અભ્યાસ માટે ગયા હતા.હાલમાં યુક્રેનમાં ચાલી રહેલ જંગના કારણે બંને વિદ્યાર્થીઓના માતા-પિતાને ચિંતાઓ વધે તે સ્વાભાવિક વાત છે. નાની નાદુકણનો વિદ્યાર્થી સહર્ષ કેશુભાઈ પટેલ યુક્રેનમાં હોસ્ટેલમાં સહી સલામત છે.જ્યારે આ વિદ્યાર્થીના માતા-પિતા હાલમાં લીમડી ગામે શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે.જ્યારે ગવા ડુંગરા ગામનો વિદ્યાર્થી સ્નેહ કુમાર કાળુભાઈ પટેલ રોમાનિયા બોર્ડર પર સહી સલામત હોવાનું મામલતદાર પી એન પરમાર ની ગવા ડુંગરા ગામના પરિવારજનોની મુલાકાત દરમિયાન પરિવારજનો દ્વારા જણાવેલ હતું જ્યારે દાહોદ જિલ્લાભારતીય જનતા પાર્ટીના પાર્ટી પ્રમુખ શંકરભાઈ આંમલીયાર ગવા ડુંગરા ગામ ના પરિવારજનોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.અને સરકારશ્રીમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને સહી-સલામત વતન પરત લાવવા માટેની પરિવારજનોને હૈયાધારણ આપેલ હતી

Share This Article