Saturday, 27/07/2024
Dark Mode

ગુજરાતી વિદ્યાર્થીઓની આપવીતી/ ‘અમારા રિસ્ક પર કીવથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા,બે દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ,પ્લીઝ અમને બહાર કાઢો, અમને કંઇ થઇ ગયું તો જવાબદારી કોણ લેશે?’

March 2, 2022
        1061
ગુજરાતી વિદ્યાર્થીઓની આપવીતી/ ‘અમારા રિસ્ક પર કીવથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા,બે દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ,પ્લીઝ અમને બહાર કાઢો, અમને કંઇ થઇ ગયું તો જવાબદારી કોણ લેશે?’

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

ગુજરાતી વિદ્યાર્થીઓની આપવીતી/ ‘અમારા રિસ્ક પર કીવથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા, બે દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ, પ્લીઝ અમને બહાર કાઢો, અમને કંઇ થઇ ગયું તો જવાબદારી કોણ લેશે?’

મહીસાગરની વિદ્યાર્થિની અને તેના મિત્રોની વ્યથા, અહીં એમ્બેસીનો કોઇ ઓફિસર દેખાતો નથી

વિદ્યાર્થીઓ કહે છે કે, અહીં માઇનસ 10 ડિગ્રી ઠંડીથી અમારી હાલત ખરાબ થઇ છે

યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુથી અન્ય વિદ્યાર્થીઓ ફફડી ગયા છે

સંતરામપુર તા.02

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને કારણે અસંખ્ય ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. કીવથી પોલેન્ડ બોર્ડર સુધી પહોંચેલી મહીસાગર જિલ્લાની વિદ્યાર્થિની અને તેના મિત્રો પોલેન્ડ બોર્ડર પર અટવાઇ ગયા છે. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે અમારા રિસ્ક પર કીવથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા. અમે બે દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ, પ્લીઝ અમને અહીંથી બહાર કાઢો, અમને કંઇ થઇ ગયું તો જવાબદારી કોણ લેશે?

વિદ્યાર્થીઓ કહે છે કે, અમે ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છીએ

મહીસાગર જિલ્લાની રહેવાસી વિદ્યાર્થિની જીમ્મીએ જણાવ્યું હતું કે, અમે યુક્રેન-પોલેન્ડની બોર્ડર પર પહોંચી ગયા છીએ. અમે કાલથી સફર કરી રહ્યા છીએ. પણ અમને કોઇ રિસ્પોન્સ મળી રહ્યો નથી. અહીં લાંબી લાંબી લાઇનો લાગી છે. અમે ભૂખ્યા-તરસ્યા અહીં ઉભા છીએ. અહીં માઇનસ 10 ડિગ્રી ઠંડી છે. અમે ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છીએ. ભારતીયોને જવા માટે પહેલા મોકો આપવામાં આવી રહ્યો નથી. ફોરેનર્સને પહેલા જવા દેવામાં આવી રહ્યા છે. અમારી સાથે પક્ષપાત થઇ રહ્યો છે.  

વિદ્યાર્થીઓ કહે છે કે, કાલથી અમે કંઇ ખાધુ પીધુ નથી

ઠંડીના કારણે અમારી હાલત ખરાબ થઇ રહી છે. અમે જ્યારે કીવથી નિકળ્યા ત્યારે અમને ટ્રેનમાં બેસવા માટે જગ્યા મળી નહોતી. 12 કલાકનો સફર અમે ઉભા ઉભા જ પસાર કર્યો હતો અને રાત્રે અમે લવીવ પહોંચ્યા હતા અને લવીવ પણ કર્ફ્યૂ લાગી ગય ો હતો. જેથી અમે આખી રાત્ર રેલવે સ્ટેશન પર ગુજારી હતી. જ્યાં ખુબ ઠંડી હતી અને કાલથી અમે કંઇ ખાધુ પીધુ નથી અમે અત્યારે અહીં ઉભા છીએ. અહીં પણ લોકો જવા દેતા નથી. પ્લીઝ પ્લીઝ હવે તો કંઇક પગલા ભરો. હવે કીવથી પણ અમારી જવાબદારી પર અહીં આવ્યા છીએ. હાલ એક વિદ્યાર્થીને શૂટ કર્યાના સમાચાર મળ્યા છે. એમ્બેસી આ શું છે? અમને કંઇ થઇ ગયુ તો અમારી જવાબદારી કોણ લેશે.

અહીં એમ્બેસીનો કોઇ ઓફિસર દેખાતો નથી

બે કલાકથી ઉભા છીએ. યુક્રેનિયન માટે બે બસ નીકળી ચૂકી છે, પણ ભારતીયોને જવા દેતા નથી. અમને જવાનો મોકો આપતા નથી. અહીં એમ્બેસીનો કોઇ ઓફિસર દેખાતો નથી. એમ્બેસી આ મામલે પગલા ભરે તેવી અમારી માંગણી છે. કોઇ પણ ઓફિસરને મોકલીને અમને અહીં કાઢો અહીં ખુબ ઠંડી છે. અમારુ અહીં ઉભુ રહેવુ મુશ્કેલ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!