
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના કાળીતાળાઈ નજીક એક ઈસમની તિક્ષણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યાં:પોલીસ તપાસમાં જોતરાઈ..
ઘરેથી સાસરીમાં જવાનુ કહી નીકળેલા બુલેટ સવાર ઈસમની હત્યા કરાયેલી લાશ કાળીતાળાઈ નજીક માળમાંથી મળી આવતા ચકચાર
પોલીસે લાશને પીએમ માટે મોકલી હત્યાં સબંધી ગુનો નોંધી તપાસ હાથ ધરી..
હત્યાંનું કારણ અકબંધ:પરિવારજનોમાં માતમ..
દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક માળમાં ૪૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જયારે હાલ દાહોદ રૂરલ પોલીસે મરણ જનાર મૃતકના શબને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ સંબંધે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર લંબાવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રાબડાલ ખાતે ના રહેવાસી 40 વર્ષીય રાજુભાઈ કલારા નામક ઈસમ પોતાના કબજા હેઠળની બુલેટ ગાડી લઈ ઘરેથી કાળી તળાઈ પોતાની સાસરીમાં જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો.ત્યારબાદ મોડી સાંજ સુધી રાજુભાઈ કલારા પોતાના સાસરીમાં ન પહોંચતા પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ ચાલુ કરી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન રાજુભાઈ કલારા ની બુલેટ મોટરસાઇકલ પકાળીતાળાઈ નજીક માળમાંથી મળી આવી હતી. તેમજ મોટરસાયકલ નજીક રાજુભાઈ કલારા લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યાર બાદ પરિવારજનો દ્વારા બનાવ સંબંધે દાહોદ રૂલર પોલીસ મથકનો સંપર્ક કરતા દાહોદ રૂરલ પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક રાજુભાઈ કલારા ને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી દીધી હોવાનું પ્રબળ આશંકાના પગલે પોલીસે રાજુભાઈની લાશને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યા સંબંધી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.