
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં મામલતદાર ના હસ્તે યોગ ટ્રેનર તાલીમ પ્રમાણ પત્ર વિતરણ સમારોહ યોજાયો
ફતેપુરા તા.09
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને ફતેપુરા તાલુકા યોગ કોચ દ્વારા તાલુકાના જુદા જુદા 30 ગામોમાંથી યોગ ટ્રેનરોને એક માસ દ્વારા એક કલાક પ્રેક્ટિકલ અને એક કલાક થિયરી દરરોજ બે કલાક છ થી આઠ સુખસર કૃષિ શાળા ખાતે તાલીમ આપવામાં આવી હતી.ત્યારબાદ સાત દિવસ દરરોજ બે કલાક મળી કુલ સો કલાક ની ટ્રેનીંગ આપવામાં આવી હતી. સાથે સાથે ઓનલાઇન પરીક્ષા લીધા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ટ્રેનોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.જેના વિતરણ કાર્યક્રમમાં ધુળાભાઈ પારગી શંકરભાઈ કટારા અને મામલતદાર ફતેપુરાશ્રી પી એન પરમાર દ્વારા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાદ કટારા દ્વારા યોગ ટ્રેનોને પોતાના ગામમાં ફળિયામાં યોગ ક્લાસ ચાલુ કરી ઘર જન-જન સુધી યોગનો પ્રચાર થાય યોગનું મહત્વ સમજે એ વિશે સમજણ આપી સાથે મામલતદાર પી એન પરમાર એ યોગનું મહત્વ અત્યારની સ્થિતિમાં કેમ જરૂરી છે તેની સમજ આપી યોગ કોચ પારગી એ બનો યોગી અને રહો નિરોગી યોગ ભગાવે રોગ જેવા સૂત્રો ને સાર્થક કરવા આહવાન કર્યું સાથે આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો