
દાહોદ તાલુકાના પુસરી નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
પૂરઝડપે આવતા ટેન્કર ચાલકે ઇકો ગાડીની અડફેટે લેતા ઇકો ગાડી આગળ ચાલી રહેલા બાઈક સવારને ટક્કર મારતા બાઇક ચાલક રોડની સાઈડમાં ફંગોળાયો
દાહોદ રૂરલ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધ્યો..
દાહોદ તા.08
દાહોદ તાલુકાના પુસરી નજીક હાઇવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જાણવા મળેલ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના પૂસરી નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ગત રોજ સાંજના સુમારે પૂરઝડપે આવી રહેલા MP-09-HJ-0810 નંબરના ચાલકે ત્યાંથી પસાર થતી GJ-02-BP-7939 નંબરની ઈકો ગાડીને અડફેટે લેતા તે સમયે ઈકો ગાડીએ તેની આગળ ચાલી રહેલા GJ-20-AM-3315 નંબરના મોટરસાઇકલ ચાલકને સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં જાલુ ભાઈ ગવલા ભાઈ દહિયા તેમજ ઈકો ગાડીના ચાલક મુકેશ ભાઈ ચંદુભાઈ બિલવાલ તેમજ ઈકો ગાડીમાં બેસેલા નિલેશ ભાઈ સબૂર ભાઈ ભાભોરને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે દાહોદ તાલુકાના મીરાંખેડી વડલા ફળિયાના રહેવાસી સુનિલભાઈ બીજીયા ભાઈ ડાંગીએ ટેન્કર ચાલક વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માત રૂપી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી