રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર પોલીસે પ્રોહીબીશના ગુનામાં 9 માસથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના ગઢવેલ ગામેથી દબોચ્યો
ધાનપુર પોલીસને નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી
ધાનપુર તા.22
ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઈ સી.બી બરંડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી સોલંકી પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપી માહિતી એકત્રિત કરીને અલગ અલગ ટીમો બનાવીને કામગીરીમાં હતી તે દરમિયાન ધારપુર પોલીસ મથકના પી.એસ.આઇ.સી.બરંડા ને મળેલી બાતમીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના સી.પાર્ટ ગુ.ર.ન ૨૦૧/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ ૧૧૬બી ૯૮(૨) ના ગુનામાં રાજ્ય બહાર નો આરોપી ભાયલા ભાઈ જાગીરિયા ભાઈ કીરાડ રહે ગોળ આંબાડુંગર કઠિવાડા જે ગુજરાત માં તેના સંબંધીને ઘરે ગઢવેલ ગામ ખાતે આવેલ બાતમીના આધારે પોલીસે તેના સંબંધીના ઘરે રેડ પાડી આરોપીને પકડી પાડી પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી