સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના કંજેટામાં ગાળો આપવા મામલે એક ને ગડદા પાટુનો માર માર્યો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામે ગાળો ન આપવા મામલે થયેલ ઝઘડામાં એકે લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૯મી જુનના રોજ ધાનપુર તાલુકાના અલીન્દ્રા ગામે પોલર ફળિયામાં રહેતાં અજયભાઈ પરસુભાઈ પરમારે પોતાના ગામમાં રહેતાં નરસુભાઈ માનીયાભાઈ પરમારને કંજેટા ગામે મળ્યાં હતાં અને અજયભાઈએ નરસુભાઈને પુછેલ કે, મારી પત્નિ અને મારી માતાને ગાળો કેમ આપે છે ? તેમ કહેતાં નરસુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાંની લાકડી વડે અને ગડદાપાટ્ટુનો માર મારી અજયભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અજયભાઈ પરસુભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.