Saturday, 20/04/2024
Dark Mode

ધાનપુર તાલુકાની લુખડીયા ગામની પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહિ

July 31, 2021
        622
ધાનપુર તાલુકાની લુખડીયા ગામની પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહિ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

ધાનપુર તાલુકાની લુખડીયા ગામની પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહિ

ધાનપુર તા.31

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા ગામની પ્રાથમીક શાળામાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી જતાં ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્‌નસીબેન આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં કેટલા રૂપીયાનું નુકસાન થયું છે તે હાલ ચોક્કસ જાણી શકાયું નથી.

 લુખડીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ગતરોજ મોડી રાત્રી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રીની બનેલ આ આગની ઘટનાને લઈ શાળા સંકુલના કર્મચારીઓ સહિત આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તાત્કાલિક આ અંગેની જાણ દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમને કરાતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ ઉપર પાણીનો ભારે મારો ચલાવતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્‌નસીબે મોડી રાત્રીની બનેલ આ આગને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં નુકસાન થયું હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

 

———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!