ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર જી.ઇ.બી. સબડિવિઝનના એગ્રીકલ્ચર સીમલીયા અને જ્યોતિ ઉખરેલી અંતર્ગતના ના ૩૦થી ૩૫ ગામોમાં દરરોજના વીજ ધાંધિયા ગ્રામજનો પરેશાન,
સંતરામપુર તા.31.
સંતરામપુર જી.ઇ.બી. સબડિવિઝનના એગ્રીકલ્ચર સીમલીયા અને જ્યોતિ ઉખરેલી અંતર્ગતના ના ૩૦થી ૩૫ ગામોમાં દરરોજના વીજ ધાંધિયા ગ્રામજનો પરેશાન છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ, અધિકારીઓનો એક જ જવાબ લાઈન ફોલ્ટ ઉપર છે…!
સંતરામપુર તાલુકાના ઉખરેલી આદિવાસી વિસ્તારના ૩૦થી ૩૫ ગામડામાં વારંવાર વીજ ધાંધિયા સર્જાય છે જી.બી.નું તંત્ર- મેન્ટેનન્સ નામે કંઈ જ કરતું નથી આ ગામડાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય ખેડૂતોને ખેતી ની વીજ લાઈન પણ નિયમિત મળતી નથી ખેતી ની લાઈન પણ કાયમ ફોલ્ટ ઉપર હોય છે જેના કારણે ખેડૂતો સિંચાઈ ખેતી કરી શકતા નથી ગુજરાત સરકાર 10 કલાક વીજળી આપવાની વાતો કરે છે પરંતુ સંતરામપુર તાલુકાના ઉખરેલી વિસ્તારના 30થી 35 ગામડામાં સળંગ બે કલાક વીજળી મળતી નથી તો ખેડૂત ખેતી કેવી રીતે કરે…? બટકવાડા 66.કે.વી નું કામ અધ્ધરતાલ છે કેટલાય સમયથી 66 કે.વી મંજુર થયેલ હોવા છતાં પણ કામ થતું નથી નેતાઓ માત્ર વાતો કરે છે…!!! જી.બી.ના અધિકારીઓ લાઈન ફોલ્ટ ઉપર હોવાનો જવાબ આપે છે આ વિસ્તારમાં ઘર વપરાશની જ્યોતિ લાઈન પણ નિયમિત મળતી નથી ગમે ત્યારે લાઈટ આવ-જા કરે છે અને ખેતીના વીજ લાઈનો ના પણ નીત ધાંધિયા છે જેના કારણે આ વિસ્તારના ગામડાઓમાં મુશ્કેલી જોવા મળે છે.