સુમિત વણઝારા
બારીયા:અમદાવાદ ખાતેની પરિણીતાને દહેજ ના ભૂખ્યા સાસરિયાં પક્ષ દ્વારા ત્રાસ આપતા પરિણીતાની પોલીસમાં રાવ..
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રહેતી એક અમદાવાદ ખાતે પરણાવેલ પરણિતાને તેના પતિ તથા સાસરીપક્ષ લોકો દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી દહેજની માંગણી કરી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતાએ ન્યાન માટે દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રહેતી અને અમદાવાદ ખાતે લગ્ન કરાવેલ જ્યોતિબેન નવલ જયસ્વાલને અમદાવાદ ખાતે રહેતાં તેના પતિ નવલ મનુભાઈ જયસ્વાલ અને ખેડા જિલ્લાના ખંભાત ખાતે રહેતા તેના સસરા મનુભાઈ નગીનભાઈ જયસ્વાલ અને ભરતભાઈ સિધ્યા નામક ઈસમ દ્વારા પરણિતા જ્યોતિબેનને અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપી, તું તારા બાપાના ઘરેથી દહેજ લઈ આવ અને નવું મકાન લેવાનું હોય જેથી તું દહેજમાં તારા બાપાના ઘરેથી પૈસા લઈ આવ, તેમ કહી પતિ તથા સસરો મારઝડુ કરતાં હતાં. સસરા દ્વારા પરણિતા જ્યોતિબેન સાથે શારિરીક અડપગલાં પણ કરતો હોવાના પરણિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં ત્યારે ઉપરોક્ત ત્રણેય જણા ભેગા મળી પરણિતા જ્યોતિબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી મારઝુડ કરી પહેરેલ કપડે પરણિતાને ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા જ્યોતિબેન પોતાના પિયર દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવી પહોંચી પતિ સહિત ઉપરોક્ત ત્રણેય જણા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.