Thursday, 18/04/2024
Dark Mode

દેવગઠબારીયા નગરપાલીકા દ્વારા દિવાળી ટાણે સ્થાનિકો આપી ભેટ

November 2, 2021
        2001
દેવગઠબારીયા નગરપાલીકા દ્વારા દિવાળી ટાણે સ્થાનિકો આપી ભેટ

 

દેવગઠબારીયા નગરપાલીકા દ્વારા દિવાળી ટાણે સ્થાનિકો આપી ભેટ

ગુજરાત ગેસ ની પાઇપ લાઇન નાંખવા નું કામ નુ કરાયુ ખાતમુહુર્ત

દેવગઢ બારીયા ના ધારાસભ્ય અને રાજય સરકાર ના પૃવઁ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

ટૂંક સમય બારીયા વાસીઓને મળશે ઘરેલુ ગેસ હવે રસોડા સુધી

સથાનિકો માં ખુશીનો માહોલ

દે.બારીઆ નગરમાં પાઈપલાઈનનું ખાતમુર્હત કરતા સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ

.. અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ
.. નવ માસના ટુંકા સમયમાં ગેસ પાઇપ લાઇન નો પ્રોજેક્ટ પૂરો થશે.
દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નગરમાં ગેસ પાઇપ લાઇન ની કામગીરી હાથ ધરતા સ્થાનિક ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરી પાઇપ લાઇનની કામગીરી શરૂ કરાઈ આ કાર્યક્રમમાં નગરજનો ની ગેર હાજરી થી અનેક તર્ક-વિતર્કો.
દેવગઢ બારીયા ના નગરજનો માટે જાણે આજે એક સુવર્ણદિન હોય તેમ નગરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પાઈપલાઈનની કામગીરી હાથ ધરતા નગરજનો માટે એક ખુશીના સમાચાર કહેવાય તેમ છે ત્યારે આજરોજ દેવગઢબારિયા નગરના ટાવર પાસે ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા આજરોજ આ યોજનાને લઈ રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના હસ્તે આ ગેસ પાઇપલાઇન શુભારંભ કરાવતા તેઓએ ખાતમુહુર્ત કર્યું હતું જેમાં પાલિકા દ્વારા આ કાર્યક્રમની સાથે નગરમાં ફેરિયાઓને પણ રોજગારી મળી રહે તે માટે ૧૦ હજારની લોન ની જોગવાઈ કરવામાં આવી હતી તેમજ પાલિકાના સફાઈ કર્મીઓ ને દિવાળી પર્વ ને લઈ કપડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આ ગેસ પાઇપલાઇન ની યોજના કાર્યક્રમમાં નગરજનોની હાજરી આંખે ઊડીને વળગે તેમ જોવાઈ રહી હતી આ કાર્યક્રમમાં નગરજનોની જગ્યાએ પાલિકાના કર્મચારીઓ ની હાજરી જોવા મળી હતી ત્યારે ગુજરાત રાજ્યના ઉંડાણ વાળા વિસ્તાર માં આ ગેસ પાઇપ લાઇન આવતી હોઈ તે એક નગરજનો માટે ગૌરવની વાત કહેવાય ત્યારે આ યોજનાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ના હસ્તે કાર્યક્રમ થતો હોય અને તેમાં જો નગરજનો હાજર ન રહે તો ક્યાંક નગરજનો આ પાલિકાના વહીવટ ને લઇ કે પછી સ્થાનિક નેતાને લઈ કે પછી આ કાર્યક્રમ થી અજાણ જેવા અનેક સવાલો ઉદ્દભવ્યા હોઈ તેમ નગરજનો ના મુખે તરહ તરહ ની વાતો ચર્ચાઇ રહી હતી આમ દેવગઢબારિયા નગરમાં ગુજરાત ગેસ પાઇપલાઇન દ્વારા ગેસ પાઈપલાઈનનું ખાતમુરત કરી ગેસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!