Monday, 30/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ગલાલ પુરા પાટિયા પાસે ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ,

November 1, 2021
        1218
ફતેપુરા તાલુકાના ગલાલ પુરા પાટિયા પાસે  ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ,

જીગ્નેશ બારીઆ :- દાહોદ

દાહોદ તા.૦૧

ફતેપુરાના ગલાલપુરા પાટીયા પાસે ઘાસ ભરેલી ટ્રક બળીને ખાખ કોઈ જાનહાની નહી

ફતેપુરા નજીક ગલાલપુરા પાટિયા પાસે હતીવેળામા ગોધરા થી ફતેપુરા તરફ ઘાસ ભરીને આવતી ટ્રકમાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ટ્રકમાં ભરેલો ઘાસ બળીને ખાક થઇ ગયું હતું ગોધરા થી ફતેપુરા તરફ ઘાસ ભરીને આવતા ટ્રક gj09y7344 નંબરની અગ્રવાલ નાનાલાલ સાગરમલ ના કબજાની ટ્રક ફતેપુરા નજીક હતીવેળા પાસે ટ્રકમાં ધુમાડો આવતા કંઈક બળતુ હોવાનુ લાગ્યાના સંકેતો મળતા ડ્રાઈવર ટ્રકને સાઈડમાં ઉભી રાખી જોતા પાછળના ભાગે તેમજ જ આગળના કે બીનાના ભાગે આગ લાગતા ડ્રકને સાઈડમાં ઊભી રાખી આજુ બાજુ ના લોકો ને બોલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ઉપર કાબૂ ન મળી શકતા ઝાલોદ તેમજ દાહોદ ફાયર ફાઈટરની મદદ લેવાનો પ્રયત્ન કર્યો ફાયર ફાઈટર આવે તે પહેલા ટ્રક અને ટ્રકમાં ભરેલું ઘાસબળીને ખાખ થઇ ગયું હતું
વિનોદ પ્રજાપતિ ફતેપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!