
દાહોદ.૦૨
ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે રહેણાંક મકાનમાં પોલીસના દરોડા, સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય એક ફરાર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા.૩,૨૭,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કરી જ્યારે એક પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૧ નવેમ્બરના રોજ ચાકલીયા પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી ભુરા ગામે હોળી ફળિયામાં રહેતાં રસુભાઈ નાથુભાઈ બારીયા અને રાજેશભાઈ મીકલભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે રસુભાઈને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસને જાેઈ મીકલભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં વિદેશી દારૂની પેટીઓ નંગ.૬૫ વિદેશી જેમાં વિદેશી દારૂની બોટલો નંગ. ૩૧૨૦ કિંમત રૂા. ૩,૨૭,૬૦૦ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂા. ૫૦૦ એમ કુલ મળી રૂા. ૩,૨૮,૧૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.
આ સંબંધે ચાકલીયા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————