Friday, 19/04/2024
Dark Mode

દાહોદ:કલેક્ટરશ્રી દ્વારા 56 સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ:દાહોદ તાલુકાની ત્રણ તેમજ સંજેલીના જસુણીની બે દુકાનોના પરવાના રદ્દ કરાયાં 

May 31, 2021
        1143
દાહોદ:કલેક્ટરશ્રી દ્વારા 56 સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ:દાહોદ તાલુકાની ત્રણ તેમજ સંજેલીના જસુણીની બે દુકાનોના પરવાના રદ્દ કરાયાં 

જીગ્નેશ બારીયા :-  દાહોદ/કપિલ સાધુ :- સંજેલી 

દાહોદ:કલેક્ટરશ્રી દ્વારા 56 સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ

 દાહોદ તાલુકાની ત્રણ તેમજ સંજેલીના જસુણીની બે દુકાનોના પરવાના રદ્દ કરાયાં 

 સસ્તા અનાજની કાળાબજારી કરતા અનાજ માફિયાઓમાં ફફડાટ 

દાહોદ તા.૩૧

દાહોદ જીલ્લા કલેકટર દ્વારા ૫૬ જેટલી સસ્તા અનાજની દુકાનોની કરાઇ આકસ્મિક તપાસ કરવામાં આવતાં અનાજ વિતરણમાં ગંભીર ક્ષતિઓ જાેવા મળતાં દાહોદ તાલુકાની ૩ દુકાનોને ૩ માસ માટે, સંજેલી તાલુકાની જસુણી ગામની ૨ દુકાનોના ૨ માસ માટે પરવાના સસ્પેન્ડ કરાતાં સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના લાભાર્થીઓને માહે મે – ૨૦૨૧ દરમ્યાન કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના હેઠળ મફ્તમાં તથા એનએફએસએ યોજના અંતર્ગત રેગ્યુલર પ્રમાણ અને દરથી રાશન આપવામાં આવે છે કે કેમ? જેની ચકાસણી કરવા માટે મે.કલેક્ટર, દાહોદના તારીખ ૨૧.૦૫.૨૦૨૧ના હુકમથી દાહોદ જિલ્લાની ૫૬ જેટલી વ્યાજબી ભાવની દુકાનોની પ્રાંત અધિકારી અને મામલતદારો મારફતે આંતર તાલુકા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરી અહેવાલ કલેક્ટરને રજુ કરવામાં આવ્યાં હતાં જે અન્વયે નિયુક્ત અધિકારી દ્વારા તારીખ ૨૬.૦૫.૨૦૨૧ સુધીમાં ૫૬ વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી અને અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. તપાસમાં ગંભીર ક્ષતિઓના આધારે દાહદોદ તાલુકાની ૩ દુકાનોને ૦૩ માસ માટે, સંજેલી તાલુકાની જસુણી વ્યાજબી ભાવની દુકાનને ૦૨ માસ માટે મોકુફ રાખવામાં આવી હતી જ્યારે અન્ય ૫૨ વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસણી દરમ્યાન તમામ ક્ષતિઓ સંદર્ભે નોટીસ ફટકારવામાં આવી હતી અને સરકારના નિયમોનુસાર નિયત કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.

 

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!