Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ટેસ્ટિંગ ઘટતા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો: આજે વધુ 97 દર્દીઓનો ઉમેરો:8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો

દાહોદ જિલ્લામાં ટેસ્ટિંગ ઘટતા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો: આજે વધુ 97 દર્દીઓનો ઉમેરો:8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો
  જીગ્નેશ બારીયા :- દાહોદ
  • દાહોદ જિલ્લામાં ટેસ્ટિંગ ઘટતા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો:
  • આજે વધુ 97 દર્દીઓનો ઉમેરો:8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો
  • શહેર સહિત જિલ્લામાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ 

દાહોદ તા.04

દાહોદ જિલ્લામાં આજે વધુ ૯૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૫૫૪૪ને પાર થઈ ગયો છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં રેપીટ ટેસ્ટની કીટો ખુટી જવાની ભારે બુમો વચ્ચે કોરોના ટેસ્ટ કરાવવા આવતાં દર્દીઓમાં ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ ટેસ્ટ ઓછા થઈ જતાં કોરોના સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનો બુમો ઉઠવા પામી છે.

આર.ટી.પી.સી.આર.ના ૯૪૨ પૈકી ૬૨ અને રેપીટ ટેસ્ટના ૩૯૨ પૈકી ૩૫ મળી આજે ૯૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક ૩૮૦ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની દિન પ્રતિદિન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે એકસાથે ૧૦૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે વધતાં કોરોના કેસોને લઈ એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮૩૫ લોકો સારવાર હેઠળ છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રેપીટ એન્ટીજન ટેસ્ટની કીટો ખુટી જવાની ભારે ચર્ચાઓ જાગી છે અને ટેસ્ટ કરાવવા આવતાં લોકો ધરમના ધક્કા પણ ખાઈ રહ્યાં છે. ઘણી જગ્યાએ તો આ રેપીટ ટેસ્ટની કીટોની અછતના કારણે ગંભીર દર્દીને રઝળવાનો વારો આવી રહ્યો છે ત્યારે બીજી તરફ અચાનક કોરોનાના ઘટતા કેસોની ચર્ચાઓ વચ્ચે ક્યાંક ટેસ્ટ ઓછા તો નથી કરી દેવામાં આવ્યાને? જેથી કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થવા પામી છે.

—————————————

error: Content is protected !!